હ્યુમર સભર વાતો

છગન ની પત્ની નો જન્મ દિવસ હતો…
છગન ને થયુ લાવ ને થોડો રોમેન્ટિક થાવ…

અને ભાયડાયે પત્ની ને પૂછ્યું કે ડાર્લિંગ આજે તારો જન્મ દિવસ છે, શું જોય છે બોલ??

પત્ની ને નવી કાર જોઈતી હતી…. પણ સીધી રીતે માગત તો ખબર હતી, છગન નહિ
આપે,, એટલે એને પણ રોમેન્ટિક અદામાં કહ્યું…

ડીયર … મને એવી વસ્તુ આપો કે જે ૧-૨ સેકન્ડ માં ૦ થી ૯૦ સુધી પહોંચી શકે….

અને છગનલાલ… “વજન કાંટો” લાવ્યા…..અને કહે લે તુ તારે જલસા કર…..

——————————

જમાઈ નું સાસરા માં બહુ માન હોય છે....

શું કામ ખબર છે ??

કારણ કે બધા ને ખબર છે કે જમાઈ અમારું વાવાજોડું સાચવીને બેઠા છે.........!!
-----------------------------
સંતા: "ભાભી કા નામ ક્યા હૈ ?"
બંતા: "ગૂગલ કૌર !"
સંતા: "ક્યોં ?"
બંતા: "સવાલ એક કરો, જવાબ દસ મીલતે હૈ !!"
-------------------------

જબરદ્સ્ત જોક્સ

ટીચર- ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થી- સમજદાર..!!

ટીચર- સરસ…અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?
વિધ્યાર્થીની- બોય-ફ્રેન્ડ.!!

—————————–

સંતા – એક કિલો ગાયનુ દૂધ આપજો.
બંતા – પરંતુ તમારુ વાસણ તો ખૂબ જ નાનુ છે.

સંતા – ઠીક છે તો બકરીનુ આપી દો….!!

—————————–

ટીચર- 8 નાં અડધા કેટલા થાય?

વિદ્યાર્થિ- એ તો તમે કેવી રીતે અડધા કરો છો એના ઉપર આધાર રાખે છે.જો હોરિઝોન્ટલી કરો તો જવાબ ’0′ આવે અને વર્ટિકલી કરો તો જવાબ ’3′ આવે.!

બ્લોગોત્સવ: જબરદ્સ્ત જોક્સ

બાયોલોજીની પ્રાયોગિક પરીક્ષામાં મગનને શિક્ષકે એક પગ દેખાડીને પૂછ્યું : ‘આ કયું પક્ષી છે ?’
મગનને જવાબ ન આવડ્યો તેથી નાપાસ કર્યો.

શિક્ષકે એને માર્ક મૂકતાં પહેલાં પૂછ્યું : ‘તારું નામ ?’
મગને પગ ઊંચો કર્યો : ‘તમને આવડે તો લખી લો !’

————

શિક્ષક : ‘બોલો બાળકો, ભગવાન ક્યાં રહે છે ?’
ગુડ્ડી : ‘ટીચર, મને લાગે છે કે ભગવાન અમારા બાથરૂમમાં રહેતા હોવા જોઈએ.’
શિક્ષક : ‘ગુડ્ડી, તને એવું કેમ લાગે છે બેટા ?’
ગુડ્ડી : ‘કેમ કે રોજ સવારે મારા પપ્પા બૂમો પાડે છે કે હે ભગવાન, તું હજીયે બાથરૂમમાં જ છે ?’