ત્યાં અમે ધડકતા મળીશું..!!

હ્રદય પર હાથ રાખો ત્યાં અમે ધડકતા મળીશું
નયનને બંધ કરશો તો ત્યાં સરકતાં મળીશું

ભલેને આપ સપનામા મળૉ ફરક શું પડે છે?
અમે સપના મહી પણ આપને મલકતા મળીશું

વિતાવીશુ જિવન..મીઠી નજર મળે જો સદાયે
અમે અંમૃત ભરેલા કુંભ થૈ તરસતા મળીશું

ભલે આજે તમે દિલમા નહી વસાવી શકો..ને
તમારી આંખમાં કાલે અમે વરસતાં મળીશું

કદી જાગે તરસ ચાતક સમી તમોને અમારી
અમે પણ વાદળો પાછળ સદા ગરજતા મળીશું

પવનની જેમ તમારી લટ અમે અડકતા રહીશું
પછી ઊડતી લટૉમાં પણ અમે ફરકતાં મળીશું

હવાલો વ્હાલનો આપી જુઓ અમોને તમે પણ
તમારી લાગણી કાજે અમે ભટકતા મળીશું

કદી ખાતાવહી કોરી રહે નહી લાગણીની
મહોતરમાં તમારી માંગણી ખતવતાં મળીશું

(નરેશ કે.ડૉડીયા)

હું તને એ રીતથી સપનામા જગાડતો રહીશ

યાદ આવું રોજ ચાહત એવી બતાવતો રહીશ
હું તને એ રીતથી સપનામા જગાડતો રહીશ

ચેન પડશે ના તને..ના આરામ પણ મળે કદીએ
રાતને દિવસો જ ભૂલાવી ને સતાવતો રહીશ

ચાહતો’તો એ જ રીતે ચાહીશ આપને સદાયે
કોઇની બૂરી નજરથી જોજે બચાવતો રહીશ

ના રહેવા દંઉ ઉદાસીને સાથમા..ગઝલ લખીને
આ કલાથી આ જીવન તું જોજે હસાવતો રહીશ

માનવીમાં અંશ ઇશ્વરનો હોય તો નમી જવાનું!!
ને સદા તારી છબીને હું સર જુકાવતો રહીશ

રોજના અભિશાપમાંથી બ્હારે ન નીકળી શક્યો હું
સાંજ તારી ચાહતોથી..જોજે સજાવતો રહીશ

ચાંદ-સૂરજ ને સિતારાની રોશની નથી..છતાયે
આ બધાથી પર..ગઝલમા રોશન કરાવતો રહીશ

આપના કાજે લ ખ્યું છે..લખતો રહીશ હું સદાયે
આ ગઝલને આપના નામે હું લખાવતો રહીશ

(નરેશ કે.ડૉડીયા)

તારું ના હોવું ઍટલે!!

તારું ના હોવું ઍટલે!!
હું મૃત્યુંની કલ્પનાને કાગળ પર
બહુ જ અર્થપૂર્ણ ઉતારી શકું છું
જાણે કોઇ મૃત કવિનો આત્મા
કાગળ પર કવિતા ઉતારતો હોય.

જેં વાંચનારા અને ભાવકો બંનેને
સહજ રીતે મૃત્યુંનો અહેસાસ કરાવી શકે છે.

તારું ના હોવું ઍટલૅ!!
હવાને એવું બતાવવા માંગું છું કે
હું હવામાંથી પ્રાણવાયુંનો ઉપયોગ કરીને
જીવી રહ્યો છું.
એવું હવાને દેખાડવા માટે જ ફકત.

તારું ના હોવું એટલે મારા માટે?
મારૂં હોવું જરૂરી પણ નથી
અર્થપૂર્ણ રીતે સાબિત કરી શકું
એવા એક મોકાની તલાશ કરૂં છું

પણ તારું ના હોવું એટલે!!
ઝંખનાની અટારીએ મધરાત સુધી
એકલતા ઓઢેલી મૌન ચુડેલનું
મારા સિવાઇ કોઇને સંભળાઇ નહીં
એ રીતે ભારે પગે ટહેલતું રહેવું

પગરવનાં મૌનને કવિનો આત્માં જિલી શકે છે
તારી ગેરહાજરીમાં મારો આત્માં શીખી શક્યો છે

(નરેશ કે.ડૉડીયા)

હું તને ચાહું છુ, એનો મતલબ એવો તો નથી…!!

હું તને ચાહું છુ,
એનો મતલબ એવો તો નથી
કે તારા માટે હું રોજ લખતો રહું
ને તારા માટે હું ચાહત જતાવતો રહું
કે સતત તારા માટે તડપતો રહું
કે સતત તારા સાથે કનેકટ રહું
ને સદા તને મસકા મારતો રહું

અને
તું જાણે છે
હાલમાં ઉર્મિઓ અને લાગણીઓની
બહું ખેંચ અનૂભવું છું

ઉર્મિ ને લાગણીની બાબતમાં
તારા જેટલો અમીર નથી
મારી ઉર્મિઓ અને લાગણીઓની
સૌથી મોટી સંગ્રહાખોર તું છે
અને સદા રહેવાની છો

મારે પણ ઘણા કામ હોય છે
મારે પણ ઘણા એવા મિત્રો છે
જેમા પુરુષો છે એટલી જ સ્ત્રીઓ છે
અને એમાં ઘણાખરા મિત્રો

કદાચ મને
તારાથી વધું ચાહતા હશે
પણ એનો મતલબ
તું તારી રીતે સાધમાં

હા!છતાં તું મને ગમે છે
કારણકે તું દોસ્ત નથી
અને મારા દોસ્તો જેવી ખાસ પણ નથી

તોયે છતાં તું મને ગમે છે
કારણ કે
તું હુકમની અધિકારી છે
અને
મને તારા હુકમનો પાલન કરવું ગમે છે

ખોટા કારણૉમાં આપણે પડવું નથી
આ દોસ્તી ને પ્રેમને પડતા મુકને યાર

તારામાં ના ગમવા જેવા એવા કારણો પણ નથી
કારણ નથી આપવું
બસ અકારણ તું મને ગમે છે

અને જે જગ્યાએ દિલને
શુકુન કે રાહત મળે છે
એ જગ્યા પર બળજબરીથી કબજો
જમાવીને બેઠી છો.

બસ એક-બીજાને
સ્પાયસી સ્ટાઇલમા
ગમતા રહીએ
તડકા લગા કે

(નરેશ કે.ડૉડીયા)