જોતો જ રહ્યો બસ હું તમને !! – મનહર ઊધાસ

જોતો જ રહ્યો બસ હું તમને, નિર્દોષ તમન્ના જાગી ગઇ
મન પ્રેમનું ડામાડોળ થયું ને રૂપની ચર્ચા જાગી ગઇ

અરમાનોએ લીધી અંગડાઇ અને ઉંઘતી આશા જાગી ગઇ
સંભળાયો તમારો રણકો ત્યાં સંગીતની દુનિયા જાગી ગઇ

જોઇને તમારા તેવરને સંસાર ઉપર દિવસ ઉગ્યો
વિખરાઇ તમારી ઝુલ્ફો તો રજનીની મહત્તા જાગી ગઇ

ઊર્મીનાં ગુલાબો ખીલી ઉઠ્યાં, આવી ગઇ ખુશ્બુ જીવનમાં
સ્વપ્નું તો નથી જીવન મારું એવી મને શંકા જાગી ગઇ

જ્યાં આંખ અચાનક ઉઘડી ગઇ જોયું આતો સ્વપ્ન હતુ
પોઢી ગઇ જાગેલી આશા, જીવંત નિરાશા જાગી ગઇ.

વાહ ….તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો !!

એક છોકરો ” એન્જીનીઅર ” થઈ ગયો…!!

ગઈકાલે બલદેવની ચા પીતો છોકરો
હવે કોફી પીતો થઈ ગયો…!!

ગઈકાલનો જીન્સ – ટી શર્ટ પહેરતો છોકરો
આજે ફોર્મલ્સ પહેરતો થઈ ગયો…!!

ગઈકાલનો છોકરી પાછળ ભાગતો છોકરો
આજે કસ્ટમર પાછળ દોડતો થઈ ગયો…!!

રોજ કોલેજની કેન્ટીનમાં જલસાથી ખાતો છોકરો
પથેટિક(Pathetic) ટીફીન ખાતો થઈ ગયો…!!

ગઈકાલનો હોન્ડા પર ફરતો છોકરો
આજે ટ્રેનમાં અપડાઉન કરતો થઈ ગયો….!!

અને તો પણ લોકો કે છે કે…..
“વાહ ….તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો…!!!”

“વાહ ….તમારો દીકરો તો એન્જીનીઅર થઈ ગયો…!!!”