તારી યાદ ચિક્કા્ર આવે..

આજે કોઇ એવી રીતે બનતો ચમત્કાર આવે, 
મીચુ હુ આંખ, ને તારી યાદ ચિક્કા્ર આવે..

હુ જ્યારે જોઉ જળ-વાદળ ઍકાકાર આવે,
તો મને લાગે, જાણે આપણૉ આકાર આવે..

જો તારા મુખ માંથી બસ એક મારુ નામ આવે,
તો મને લાગે, જાણે કે સ્વપ્ન સાકાર આવે..

જો તારો મારા માટે પ્રેમ નો પ્રસ્તાવ આવે,
તો મને લાગે, જાણે સ્વર્ગ થી સત્કાર આવે..

"સંકેત ભટ્ટ્"