બ્લોગોત્સવ

જેમાં હશે ગુજરતી ભાષા અને સાહિત્યને ઍક નવા જ સ્વરૂપે પીરસવાની છટા.
આજની જનરેશનને ગુજરાતની ગરીમાથી વાકેફ કરી અને વિશ્વભરમાં રહેલા ગુજરાતીઓને બ્લોગ દ્વારા ઍકત્ર કરીને ઉત્સવ મનાવવનો લાહવો એટલે બ્લોગોત્સવ.

લાંબો ડગલો,
મુછો વાંકડી,
શિરે પાઘડી રાતી,
બોલ બોલતો તોળી તોળી,
છેલછબીલો ગુજરાતી હું,
છેલછબીલો ગુજરાતી…!!

કદાચ હું કાલે નહીં હોઉ,મનેય ખબર છે,
આજથી શાને રોઉ, જીવન ઍક સફર છે,
સાંધી રહી છું તુટતાં શ્વાસને સ્મરણો થકી,
શોકાતુર ગલી ગલી,ઊદાસ આખું નગર છે,
મળ્યુ છે આ જીવન,માણવું મન ભરી,
મોતનું કરીશું સ્વાગત તે અફર છે,
છે મોતનો પડછાયો,જીવનની આસપાસ,
છતાં ઊગતાં રવિ પર મારી નઝર છે,
હવે નથી ઓગળી જવાનો અવસાદ,
ખુદ ‘ખુદા’ને પણ મારી કદર છે,
ફરી રહયાં છે આસપાસ,માનવી તણાં મ્હોરાં,
‘દૂનિયાં’ જીવતાં શબની જ ઍક ‘કબર’છે.

વિચિત્ર રીતે કરું ક્યારેક મજાક ખુદની-
કે લખું પ્રેમપત્ર પણ સરનામા વગર !

જુઠાણાંને સાચાં જે ઠરાવી જાણે -
તેને ચાલે જરૂર કોઇ બહાના વગર !

દુ:ખો દુનિયાનાં ઘણાં દૂર થઇ જાય -
ચાલે માનવને જો કંઇ વિચાર્યા વગર !

કોણે કયારે બનાવ્યું આ જીવન કેવું -
કોણ ક્યારે કરમાય કોઇના વગર !

સ્વાભાવે પરવાનાથી ચડિયાતો વળી -
જલી જાઉં ઘણીવાર કોઇ શમા વગર !

રહ્યો હું ખરે જ જમાનાથી પાછળ
મિથ્યાભિમાને કે ચાલશે જમાના વગર !

મધુ શાહ

આજે દુનિયામાં કેટલું ઝેર છે,
કોણ જાણે લોકોને મારાથી શું વેર છે ?
મારી કબર પર લીલું ઘાસ જોઇને કહે છે લોકો,
…આને તો મર્યા પછી પણ લીલા લહેર છે

મારી દષ્ટિએ મા એ મમતાની મૂર્તિ છે, પિતા વાત્સલ્યમૂર્તિ છે, પરંતુ દીકરી એ દયાની મૂર્તિ છે.
એ મમતા છોડીને પતિગૃહે જાય છે. એના વાત્સલ્યનું સ્થાન પણ બદલાતું હોય છે,
પરંતુ એનું દયાપણું અકબંધ રહે છે. અને તે ખાસ કરીને પિતા તરફથી એની દયા, મારા અનુભવમાં ખૂબ જ વિશેષ હોય છે.
દીકરી જીવનની તમામ ઘટનાઓને પોતાના વિવેક અને મા-બાપના સંસ્કારના બળે સહી લેતી હોય છે,
જીરવી લે છે, પરંતુ એના બાપને કાંઈ થાય એ એના માટે સદાય અસહ્ય હોય છે.
કોઈ એને કહે કે તારા પિતાની તબિયત બરાબર નથી. બસ, દીકરીની સ્થિતિ દીકરી જ જાણે.
મારી સમજ કાંઈક એવી છે કે પુત્ર એ પિતાનું રૂપ છે, પરંતુ પુત્રી એ તો પિતાનું સ્વરૂપ છે.
પુત્રએ બાપનો હાથ છે, પરંતુ દીકરી એ બાપનું હૈયું છે.
અને એટલે જ તો બાપ જ્યારે કન્યાદાન આપતો હોય ત્યારે,એ દીકરીનો હાથ જમાઈના હાથમાં આપતો હોય છે,
પરંતુ….
વાસ્તવમાં તો એ પોતાનું હૈયું જ આપતો હોય છે.
અને એટલે જ તો આપણા સમર્થ લોકકવિ શ્રી દાદભાઈએ
‘કાળજા કેરો કટકો મારો હાથથી છૂટી ગ્યો’
આવી અદભૂત વાત ગાઈ છે.

- પ.પૂ. મોરારીબાપુ

એક જીવન એવુ જીવીશ કે રડતા લોકો ને હસાવી જઈશ..,

એક મ્રુત્યુ એવુ મરીશ કે હસ્તા લોકો ને રડાવી જઈશ..,

પણ કોઇ એક કામ એવુ કરીશ કે…

વરસો સુધી “તમારી યાદ” મા વસી જઈશ…!!

ન હોઉં તારી સાથે તો ત્યારે મને યાદ કરજે,
ભૂલો તો ઘણી કરી છે, પણ મને માફ કરજે,

દોસ્તી ના દાખલા માંથી નારાજગી ને બાદ કરજે,
જેવો છુ એવો ન હતો પહેલા ,
એ સમજાય ત્યારે મને સાદ કરજે,

દુનિયામાં કેટલીયે દોસ્તી તૂટે છે અને તૂટતી રહેવાની,
પણ મિત્રતા ની મિસાલમાં તો આપણી દોસ્તી નું જ નામ કરજે,

જ્યારે પણ એકાંત માં યાદ મારી આવે ,
બસ એક પ્યારીસી SMILE કરજે…….

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?

જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,

દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં જ ઉજવાય છે.

આ બધું તો ઠીક હતું, પણ હદ તો ત્યાં થાય છે,

લગ્નની મળે કંકોત્રી, ત્યાં શ્રીમંતમાં માંડ જવાય છે.

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનીટ પણ ક્યાં વપરાય છે,

પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ છે, પણ ક્લાઈન્ટનો કોલ
ક્યાં કપાય છે.

ફોનબુક ભરી છે મિત્રોથી, પણ કોઈનાયે ઘરે ક્યાં જવાય છે,

હવે તો ઘરનાં પ્રસંગો પણ હાફ-ડે માં ઉજવાય છે.

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

કોઇને ખબર નથી, આ રસ્તો ક્યાં જાય છે,

થાકેલાં છે બધા છતાં, લોકો ચાલતાં જ જાય છે.

કોઇકને સામે રૂપીયા, તો કોઇકને ડોલર દેખાય છે,

તમેજ કહો મિત્રો, શું આને જ જીંદગી કહેવાય છે?

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

બદલતા આ પ્રવાહમાં, આપણા સંસ્કાર ધોવાય છે,

આવનારી પેઢી પૂછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે.

એકવાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ મુંઝાય છે,

ચાલો જલ્દી નિણૅય લઇએ, મને હજુંય સમય બાકી દેખાય છે.

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે…

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?

જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

તને જોયા કરું છું પણ મિલનમોકા નથી મળતા,
સિતમ છે, સામે મંઝિલ છે અને રસ્તા નથી મળતા.
-મરીઝ

રોજ કંઈક નવું શીખવી જાય છે જિંદગી,
કેટલાં અધૂરાં આપણે સમજાવી જાય છે જિંદગી.

 

શક્ય-અશક્યની સંભાવનામાં રમાડી જાય છે,
હથેળીમાં રોજ ચાંદ રોજ બતાવી જાય છે જિંદગી.

ગણત્રીપૂર્વકનાં સંબંધોની શતરંજ સમી બાજીમાં,
કાળી ધોળી ચાલે આંટીઘૂંટીઓ શીખવી જાય છે જિંદગી.

સમયનાં ત્રાજવે નફરત અને પ્રેમનાં લેખાં જોખાં કરતી,
દોસ્તો અને દુશ્મનોનાં હિસાબો આપતી જાય છે જિંદગી.

આમ જ એક દિવસ અખબારમાં મરણ ઘટનાં બની છપાય,
ત્યારે સમજાય છે કે પસ્તીમાં જ તો વેડફાય છે જિંદગી.

- સ્નેહા પટેલ “અક્ષિતારક”

વાદળે વિખવાદ જેવું છે કશુંક
ચોતરફ ફરિયાદ જેવું છે કશુંક

આભમાં ભિનાશ જેવું છે કશુંક
આંખમાં વિષાદ જેવું છે કશુંક

ટોડલે ચિતરેલ ટહુકે મોરલા
ગામમાં વરસાદ જવું છે કશુંક

નાવ કાગળની અને ખાબોચીયા
બાળપણના સાદ જેવું છે કશુંક

એ નિતરતાં કેશ ને ભીનું બદન
જો , હજુ ઉન્માદ જેવું છે કશુંક

સાંભળી નેવા ટપકતાં થાય , કે
મૌનને સંવાદ જેવું છે કશુંક

હર્ષની હેલીઓ મુશળધાર છે
ઇશ્વરી સોગાદ જેવું છે કશુંક

- ડૉ. જગદીપ નાણાવટી


Blog Stats

  • 23,712 hits

 

December 2009
S M T W T F S
« Nov    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

” બ્લોગોત્સવ “